Coronavirus live updates: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઈ, 35 લોકોના મોત

કોરોના વાયરસ ભારત સહિત સમગ્ર દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મંગળવારે મોડી રાતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઈ ગઈ છે. જ્યારે 35 લોકોના મોત થયા છે.

Coronavirus live updates: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઈ, 35 લોકોના મોત

નવી દિલ્હી: કોરોના વાયરસ ભારત સહિત સમગ્ર દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મંગળવારે મોડી રાતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઈ ગઈ છે. જ્યારે 35 લોકોના મોત થયા છે. 123 લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે. મંગળવારે આસામમાં કોરોના વાયરસનો પહેલો કેસ  સામે આવ્યો. સિલચરના 52 વર્ષના વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. મહારાષ્ટ્રમાં સારવાર હેઠળ 230 કોરોના દર્દીઓમાંથી પાંચની હાલાત ગંભીર છે. 

તેલંગણામાં મંગળવારે કોવિડ 19ના 15 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 77 થઈ છે. જેઓ સારવાર હેઠળ છે. આ 15 લોકો એ નવા દર્દી છે જે દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના જલસામાં સામેલ થયા હતાં. 

— ANI (@ANI) March 31, 2020

કર્ણાટકમાં કોરોના વાયરસના 10 નવા કેસ સામે આવતા જ સંક્રમિત લોકોની સંખ્યા 100 ઉપર થઈ ગઈ છે. કેરળમાં મંગળવારે કોવિડ-19થી બીજુ મોત થયું. સંક્રમણના સાત નવા કેસ નોંધાયા અને રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 215 થઈ છે. 

ઈન્દોર, ઉજ્જૈન અને ભોપાલમાં 19 વધુ લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળતા હવે મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 66 થઈ છે. જેમાંથી એક વ્યક્તિનું મોત થયા કુલ મોતનો આંકડો પાંચ થયો છે. ઈન્દોરમાં મંગળવારે કોરોનાના 17 કેસ આમે આવ્યાં જ્યારે ભોપાલ અને ઉજ્જૈનમાં એક એક કેસ જોવા મળ્યો. 

જુઓ LIVE TV

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 23 નવા મામલા સામે આવ્યાં બાદ મંગળવારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 120 થઈ ગઈ. આ કેસમાં 24 લોકો એવા છે જેમણે નિઝામુદ્દી પશ્ચિમમાં એક ધાર્મિક મેળાવડામાં ભાગ લીધો હતો. ઓછામાં ઓછા પાચ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. બે વ્યક્તિઓના મોત થયા છે અને એક દેશબહાર જઈ ચૂક્યો છે. 

ઉત્તર પ્રદેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 103 થઈ છે. સૌથી વધુ 39 કેસ ગૌતમબુદ્ધ નગર (નોઈડા)ના છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 302 કેસ સામે આવી ચૂક્યા છે. તામિલનાડુમાં 1243 છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news